fq -14/10/20

તારા સાથે છે અસ્તિત્વ મારો
તારા વગર નહિવત્ હું
કહેવાતા જોડિયા ભાઈ-બહેન
તારી જ સૂરત હું

કહેવા ખાતર ભાઈ છો મારો
બાકી પિતાના દરજજાથી કમ નથી
જન્મ દેનાર માં કરતાં વધુ ઓળખનાર
તારા સિવાય કોઈ મરહમ નથી

મારા બોલેલા વેણ જીલનાર
મારી તમન્નાઓને જીવંત રાખનાર
મારા સ્વપનને દિશા આપનાર
મારી નાની અમથી ઈચ્છા હોય
કે મોટા માં મોટી જીદ
મારા મનની વાત સમજનાર
મારી આંખો ને પરખનાર
મારી ખાતર પોતાની
ખ્વાહીશોને ત્યજનાર
પોતાની હર એક ફરજને
મારો હક સમજીને નિભાવનાર

મારી કમીને નજરઅંદાજ કરી
મારી પ્રગતિને વેગ આપનાર

જગત આખામાં જોઈ લ્યો
મારા ભાઈ જેવો કોઈ ભાઈ નહીં મળે
ખુદાના અહેસાન માનું કે મારા કિસ્મત
બાકી, મારા જેવો કોઈ ખાસ નહીં મળે...




Comments