*જન્માષ્ટમી*
*જન્માષ્ટમી* જન્માષ્ટમી એટલે શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મ દિવસ. શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મ મથુરાની જેલમા થયો હતો. આ તહેવાર ઉજવવા પાછળ એક ઘટના છુપાયેલી છે. મથુરામા એક કંસ નામનો રાજા રાજ કરતો હતો. તે તેની બહેન દેવકીના લગ્ન સમયે તેને વળાવવા જતો હતો. તે સમયે તેને એક આકાશવાણી સંભળાઈ કે "દેવકીનું આઠમું સંતાન તારો નાશ કરશે". આ સાંભળીને કંસ ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને તેને દેવકી અને વસુદેવને જેલમાંં પૂર્યા. જેલમા કંસે વસુદેવ અને દેવકીના સાત સંતાનનો નાશ કર્યો. શ્રાવણ વદ આઠમને દિવસે શ્રીકૃષ્ણએ દેવકી માતાનાં આઠમા સંતાન તરીકે જન્મ લીધો. દેવકીજીને ચિંતા થવા લાગી કે કંસ આ સંતાનને પણ મારી નાખશે. ત્યાં તો ચમત્કાર થયો, બહારનાં બધા ચોકીદારો ઊંઘી ગયા બેડીઓ ખુલી ગઇ જેલનાં દરવાજા ખુલી ગયા. વસુદેવે નાનકડા શ્રીકૃષ્ણને એક ટોપલામાં સુવડાવ્યા અને ગોકુળ જવા ઉપડ્યા. વરસાદ વરસતો હતો. યમુના નદીમાંં ઘોડાપુર ઉમટ્યા હતાં. વસુદેવ નદી પાર કરી ગોકુળમા નંદરાયને ત્યાં મુકી આવ્યાં અને નંદરાયને ત્યાં દિકરીનો જન્મ થયો હતો તે દિકરીને લઈ પાછા મથુરા જવા ઉપડ્યા. આખરે વસુદેવ મથુરા પહોચી ગયા. જેલમાંં પાછા આવી ગયા બાદ જેલનાંં દરવાજા આ...