Posts

Showing posts from January, 2020

nothing is important

I do not know why it is so happy to see others being bad  While others have a name only a smile on their happiness ... it also appears on the lips.       મને એ ખબર પડતી નથી કે અન્યનુ ખરાબ થતુ જોઈને કેમ ખુશ થઈ જવાય છે__ જ્યારે કે અન્યની ખુશીમાં નામ માત્રનુ સ્મિત હોય છે...એ પણ માંડ હોઠ પર દેખા દે છે.       તમને લાગતું હશે કે /લાગે જ છે હુ માત્ર મોટી-મોટી અને સારી-સારી વાતો કરુ છુ. Bt, અમારા પ્રો.નિયતિમેમના મતે "આ દુનિયામાં જેટલું પણ સારું-સારું છે. બધું જ લખાઈ અને બોલાઈ ગયું છે, માત્ર અમલ કરવાનું બાકી છે."      તો હુ નાની એવી સારી બાબતના અમલીકરણની પહેલ મારાથી ચોક્કસ કરીશ.      અંતે એટલું ઉમેરીશ કે બુદ્ધિનુ માપન શક્ય છે પરંતુ કોઇના સારાપણાનુ નહીં, જે મન ફાવે એમ માપી લેવાતુ હોય છે.    અસ્તુ             

સત્ય

દરેક ઘટનાની જેમ દરેક સંબંધમાં પણ 'કાર્ય-કારણ' નો   સિદ્ધાંત કામ કરતો હોય છે.👍

કિંમત & મૂલ્ય

કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનુ મૂલ્ય કેટલુ આંકવુ?! કોઈ બે સમાન વસ્તુની કિંમત બે વ્યક્તિ માટે એકસમાન હોઈ શકે પરંતુ મૂલ્ય તો અલગ-અલગ જ હોય. એમ કેમ!! કારણ કે મૂલ્ય એ વસ્તુ મેળવવા પાછળ કરવામાં આવેલ સંઘર્ષ પર આધારિત છે. વસ્તુ મેળવવામાં જેટલી અગવડતા વધારે તેટલુ તેનુ મૂલ્ય વધારે તેવી જ રીતે વસ્તુ મેળવવામાં સગવડતા વધારે તેટલુ મૂલ્ય ઓછું. (એમ એ મફતમાં મળેલી વસ્તુ કે વ્યક્તિની કદર ન હોય.)

રવિવાર

'રવિવાર અમારું મોટું રમકડુ છે . અમે શનિવારથી એને ચાવી આપીએ છીએ!'                                 -સુરેશ દલાલ

અંતિમ પરંતુ અડધો નિર્ણય

માનવ-મગજ પરિસ્થિતિ મુજબ કાયૅ કરતું હોય છે. કયારેક !,...કયારેક શું લગભગ દરેક વખતે સમય વીતી ગયા પછી ભાન થાય છે કે કાશ........ અને પછી એ માત્ર 'કાશ...' બનીને રહી જાય છે. જીવનમાં કરેલી ભૂલો ડગલે ને પગલે આડી આવે છે. તેથી 'ચેતતો માનવી સદા સુખી' 😊                           કુલ્સુમ કક્કલ

it's Jumerat

* ❛પ્રાથના ક્યારેય ખાલી નથી જતી...* *બસ લોકો રાહ નથી જોતા..❜*

લવ થેરેપી ( મરો ત્યાં સુધી જીવો )

      હજી આપણે ત્યાં પ્રેમનો ઉપચાર તરીકે સ્વીકાર નથી થયો. ' લવ થેરેપી'   માટે હોસ્પિટલ કે સાઈકીએસ્ટ્રિસ્ટ પાસે જવું ન પડે.       ભર્યોભર્યો પ્રેમાળ પરિવાર તન અને મનના આરોગ્ય માટેની પૂર્વશરત છે. પરંતુ જીવનશ્રધ્ધા એથીય વધારે જરૂરી છે. એમાં સમર્પણ એ જ રોકાણ અને સ્નેહ એ જ ડિવિડંડ !📢

સાર

        દુનિયામાં બધું જ આપણે ધારીએ કે ઇચ્છીએ તેમ થતું નથી. આપણી એક દોરી ઈશ્વરના હાથમાં છે અને બીજી આપણા પોતાના હાથમાં. જીવનને જેમ વાળીશુ તેમ વળશે. દરેક પરિસ્થિતિના સારા-નરસા પાસા હોય છે.         હમેશા સારા પાસા આપણા હાથમાં આવે તે જરૂરી નથી. 'સંતોષ' શીખવો. દરેક પરિસ્થિતિની સારી બાજુ જોતા શીખશો તો જીવનનો મોટો મર્મ સમજાઈ જશે.👌

Sunday morning

જયાં શ્રદ્ધા હોય, ત્યાં શંકા ન હોય.💐

Sabah-al-khair

Image