Posts

Showing posts from October, 2020

रिश्ते बदलते नहीं...

रिश्ते बदलते नहीं, घर में बहू के आ जाने से घरका बटवारा होता नही, बेटे का प्यार बट जाने से... वैसे तो माँऐ बहुत चेहचिहाती है,बेटे को दूल्हा बनाने को और सास बन जाने को... फिर क्यों बाद में सबसे ज्यादा दुखी नज़र आती है वही माँ घर में अपनी बात मनवाने को... कसूर किसीका दीखता नहीं, अपने सिरहाने ले जाने को, क्या बेटा, क्या बहु, बच्चे भी अपने आप में व्यस्त हो जाते है, माँ कहा जाये अपनी बीती सुनाने को... बहार की रीती सब को दिखती है, घर का भेद बताते नहीं ज़माने को... दूर रहना इन रस्मों से, खुश रहा करो माँ तू भी  ज़िन्दगी है जी जाने को...

સમજણ

સમજણમાં એવી કોઈ સમજણ નથી જે બધાને સમજણ પડે ગેરસમજણમાં બધી ગેરસમજણ છે જે વગર સમજણે પડે...

melancholy

એક વાર્તા : "મરીઝની Melancholy"  "તમારી લટકતી લટોને જરા કાબૂમાં રાખો,  કેટલાંય દિલોને ઘાયલ કર્યા, વાળમાં તેલ તો નાખો". ના, આ મરીઝની શાયરી નથી. આ મજનુ સૂકલકડીનો શેર છે. નિશ્તિ બારમા ધોરણમાં હતી ત્યારે ક્યારેક વાળમાં તેલ નાખવાનું રહી જતું, અને સોસાયટીના નાકે ઉભો રહેતો એ સૂકલકડી શાયર આ શેરથી નિશ્તિની છેડતી કરતો. પછી નિશ્તિ કોલેજના છેલ્લાં વરસમાં હતી ત્યારે એની સગાઇ થઈ, ત્યારે ચમન નામનો એનો એક બોયફ્રેન્ડ (હા, ચારમાંથી ખાલી એક જ એવો હતો) એના ગમમાં શાયરીઓ લખવા માંડ્યો,  "મુહોબ્બત મળે ના મળે, બસ જફા છે સનમ બેવફા છે, સનમ બેવફા છે" - © ચમનિયો ફૂટલા દિલવાળો.  આવી બધી શાયરીઓ નિશ્તિએ વર્ષો સુધી સાંભળી હતી. એટલે એ એમ સમજતી હતી કે, કવિતા એટલે કાગળ પર રોવાની એક પ્રક્રિયા અને કવિ એટલે રોતલ માણસ (આપણે જેને "રોતડો" કહીએ એ). એને હતું કે જેને કોઇ બોયફ્રેન્ડ/ગલફ્રેન્ડ મળતું ના હોય, અથવા છોડીને જતા રહ્યા હોય એવા કુંવારા લોકો દુખી થઈને કવિતા લખે. અથવા જે પરણેલા પુરુષ હોય જેમને એમની બૈરી કાયમ મહેણાં ટોણા માર્યા કરતી હોય, અથવા પરિણિત સ્ત્રીઓ જેમને એમનો પતિ રવિવારે પિક્ચર...

અરમાનોની અંતિમ યાત્રા 21_10

અરમાનોની અંતિમ યાત્રા આવી શકે તો આવજે તું પણ મને 'આવજો' કહેવા અડચણ ન પડે જો તુજને તો આવી જાજે સંગાથે રહેવા મળવાનું તો એક દિવસે નક્કી છે છતાંય રાહ જોવાની પણ નિશ્ચિત છે. ધીરજ એક પરીક્ષા છે જેનું તું જ પરિણામ છે ધાર્યું પરિણામ ફળશે, તો જ સાહેબા પાછી વળશે

fq -14/10/20

તારા સાથે છે અસ્તિત્વ મારો તારા વગર નહિવત્ હું કહેવાતા જોડિયા ભાઈ-બહેન તારી જ સૂરત હું કહેવા ખાતર ભાઈ છો મારો બાકી પિતાના દરજજાથી કમ નથી જન્મ દેનાર માં કરતાં વધુ ઓળખનાર તારા સિવાય કોઈ મરહમ નથી મારા બોલેલા વેણ જીલનાર મારી તમન્નાઓને જીવંત રાખનાર મારા સ્વપનને દિશા આપનાર મારી નાની અમથી ઈચ્છા હોય કે મોટા માં મોટી જીદ મારા મનની વાત સમજનાર મારી આંખો ને પરખનાર મારી ખાતર પોતાની ખ્વાહીશોને ત્યજનાર પોતાની હર એક ફરજને મારો હક સમજીને નિભાવનાર મારી કમીને નજરઅંદાજ કરી મારી પ્રગતિને વેગ આપનાર જગત આખામાં જોઈ લ્યો મારા ભાઈ જેવો કોઈ ભાઈ નહીં મળે ખુદાના અહેસાન માનું કે મારા કિસ્મત બાકી, મારા જેવો કોઈ ખાસ નહીં મળે...