મારા માં
મારા વિશ્વમાં-આ મેળાપમાં, તું જ નથી તો હું શું કામનો? મારા આલમમાં-આ આલાપમાં, તું જ નથી તો હું શું કામનો? આ ગુંજનમાં-આ ભ્રમરમાં, તું જ નથી તો હું શું કામનો? મારી ધૂનમાં-મારા સ્વરમાં, તું જ નથી તો હું શું કામનો? મારા ફોનમાં-મારા કૉન્ટેક્ટમાં, તું જ નથી તો હું શું કામનો? મારી DPમાં અને સ્ટેટ્સમાં, તું જ નથી તો હું શું કામનો? આ મોસમમાં તથા ઋતમાં, તું જ નથી તો હું શું કામનો? પવન વાયા હેતમાં, તું જ નથી તો હું શું કામનો? અંતે, તું છો; મારી રગેરગ-શ્વાસે શ્વાસમાં મારા મન, મગજ, વિશ્વાસમાં મારા વચન, વાણી, કર્મમાં મારા દીન-ધર્મમાં મારા હૃદયમાં, મારા નામમાં મારા માનમાં, મારા જ્ઞાનમાં... તું જ.છો