Posts

Showing posts from October, 2021

આવો! દીપાવલી પર્વ મનાવીએ..!

આવો! દીપાવલી પર્વ મનાવીએ..! બામ્બુનાં ઝળહળીયા સાથે ઉમંગનાં તાર લગાવીએ; ફૂલઝડીની રોશની સાથે હસીંની લહેર પણ જોડીએ; રોકેટ સાથે નકારાત્મકતા એવી તે છોડીએ કે ક્યારેય કોઈને ન તરછોડીએ; રંગોળીમાં રંગ તો જરૂર ભરીએ સાથે જીવનમાં ઉલ્લાસને આમંત્રિત કરીએ; દીવાઓની જ્યોત પ્રગટાવીએ કોઈના જીવનમાંથી અંધકાર હટાવીએ; શક્ય તેટલા સખી બનીએ સત્કર્મોની સુવાસ સરવત્ર મહેકાવીએ; આવો! દીપાવલી પર્વ મનાવીએ..! 🖋️કુલ્સુમ કક્કલ M.A., B.Ed વાત્સલ્ય કન્યા શાળા વેકેશન તો ખૂબ માણીએ પરંતુ અભ્યાસની ગતિમાં સુધાર જાણીએ..! આવો! દીપાવલી પર્વ મનાવીએ..!
હથેળી પર લખી નામ તારું કેમ કરું જગ_જાહેર... જ્યારે કે તું મારા હૃદયનો ધબકાર તું જ મારા શ્વાસનો સ્વીકાર...

रुकी है...!

दिल तो हर कोई दे सकता है,  बात जान पर आ के रुकी है...! वादा तो हर कोई कर सकता है,  बात वक़्त पे आ के रुकी है...! मोहब्बत कोई भी कर सकता है,  बात ईबादत पे आ के रुकी है...! बिछड़ना भी नसीब हो अगर; बात इंतज़ार पे आ के रुकी है...! फासला तय करने लगा है दूरियां; बात मुलाक़ात पे आ के रुकी है...! मिल जाते गर तुम, तो जी लेते सनम बात बस चंद साँसों पे आ के रुकी है...!

પરીક્ષાખંડ

એવું થાય છે કે; પરીક્ષાખંડમાં સમય લંબાઈ જાય છે. પરીક્ષાને એક ઉત્સવ તરીકે ઉજવાય છે નવા પેન_પેન્સિલ, કંપાસ બોક્સ સજાવાય છે. મહેનતના પરાક્રમે પેપરની સરળતા_કઠિનતા મપાય છે. રેત ઘડીના ઈશારે સમયના કાંટા સચવાય છે. એક ઝબકારા સાથે  વર્ગના બધા તાસ યાદ આવી જાય છે. 3 ક્લાકનો ઘંટ વાગતા જ સન્નાટો શોરમાં પલટાઈ જાય છે. સાત રાતોના ઉજાગરા અંતિમ દિવસે ખેંચાય છે. આમ, પરીક્ષાની પૂર્ણાહૂતિ થાય છે, છતાંય પરિણામના ફળ જ સર્વસ્વ ગણાય છે.

for Fq

જેમ એક બાળક અસલામતી અનુભવતા પોતાની માતાને શોધે છે, એમ જીવનના દરેક તબક્કે મારી નજર  મારા ભાઈને ખોળતી હોય છે. જેમ એક બાળક દિવસભર પોતાના પિતાના પાછા ફરવાની રાહ જુએ છે. એમ મારું હૈયું  સાંજ થતા  મારા ભાઈને મળવા આતુર હોય છે. જેમ એક મિત્ર પોતાના હૃદય_સરીખા સાથીના અંતરના છુપાયેલા વણ_ઉકેલ્યા વેણ સમજી લેતો હોય છે, તેમ મારો ભાઈ હમેંશ  મારી આંખોની વાચા કળી લેતો હોય છે. મારી માં ભલે મારી લાગણીઓથી અજાણ રહે, મારો ભાઈ મારી દરેક મનોવ્યથાનો જ્ઞાતા છે. મારા અશ્રુઓને પારખનાર, મારા સ્મિતનું દાતા છે. મારી વેદનાને દૂર કરનાર મારા જીવતરનું કારણ છે. શું ઉપમા આપું તેને એક વિચાર થાય છતાંય,  મારા માટે જન્મથી આજ દિવસ સુધીના સફરનું એજ નજરાણું છે. હા, એ મારો વિશ્વ મારો ભાઈ ફારૂક છે.

કાફી છે.

કતલ આશકને કરવાને નિગાહ તલવાર કાફી છેઃ વિરહના ઝખ્મને કાજે મર્હમ દિદાર કાફી છે ! પરેશાં દિલ દીવાનાને નથી દરકાર જંજીરની અમોને યાદ કરવાને હૃદયનો તાર કાફી છે ! નથી તસ્બીહ, નહીં સિઝદા, નહીં મતલબ ક્તિાબોથી; તસવ્વર દિલ થયું છે આ, બસ ! એ તકરાર કાફી છે, ​ પરેશાં જોઈને મુજને, ન કર તું ઝુલ્મ,અય ઝાલિમ ! ઈલાજે દર્દ દિલને કાજ ફક્ત તુજ પ્યાર કાફી છે ! નથી મુમકીન, અયે દિલબર ! નિયત બદલે જરા મારી ! ડૂબેલાને બચાવા કાજે સનમ ! તુજ પ્યાર કાફી છે ! ન જા તું જાન છોડીને, અરે ! આ ફાની દુનિયામાં; ઝબેહ કરવા મને તુજ ખંજરે ગુફતાર કાફી છે.

લાગણી શું કામની?

વ્યકત કરવા જો શબ્દો જડી જાય; તો એ લાગણી શું કામની!? તને પામવા ગર સજદા ન કરે સાહેબા; તો એ માંગણી શું કામની!? જુદા થયા બાદ વીસરું તને તો; એ નોંધણી શું કામની!? મળે જો હૃદયમાં સ્થાન તારા સિવાય કોઈ અન્યને, તો એ સોંપણી શું કામની!? વ્યકત કરવા જો શબ્દો જડી જાય; તો એ લાગણી શું કામની!?

કોરોના કાળ અને માનવ સંવેદના

કોરોના કાળ અને માનવ સંવેદના   આગમન એક વિષાણુનું,              નામ કોરોના પાડ્યું ;  લોકડાઉનની શરૂઆતમાં,             ઉજાણી જેવું લાગ્યું..  શાળા-કોલૅજોને તાળા દીધા,            રોજગાર પણ માંડી વાળ્યું ;  ખાવાના સાંસા પડ્યા તોય            શ્વાસને ઉપર જાણ્યું..  કંટાળ્યા ઘરે રહીને,             શું કરવું વિચાર્યું !  નાના-અમથા ખેલ ખેલ્યા,             સજાને મજામાં વાળ્યું..  ખેલ તો હતા જીવનના,            એ હવે પહોંચી આણ્યું ;  પરત ફર્યું કોઈ ખાટલેથી,            કોઈ જીવનનું જંગ હાર્યું... 🖋️કુલ્સુમ કક્કલ M.A., B.Ed વાત્સલ્ય કન્યા શાળા