મારા માં

મારા વિશ્વમાં-આ મેળાપમાં, તું જ નથી તો હું શું કામનો?
મારા આલમમાં-આ આલાપમાં, તું જ નથી તો હું શું કામનો?

આ ગુંજનમાં-આ ભ્રમરમાં, તું જ નથી તો હું શું કામનો?
મારી ધૂનમાં-મારા સ્વરમાં, તું જ નથી તો હું શું કામનો?

મારા ફોનમાં-મારા કૉન્ટેક્ટમાં, તું જ નથી તો હું શું કામનો?
મારી DPમાં અને સ્ટેટ્સમાં, તું જ નથી તો હું શું કામનો?

આ મોસમમાં તથા ઋતમાં, તું જ નથી તો હું શું કામનો?
પવન વાયા હેતમાં, તું જ નથી તો હું શું કામનો?

અંતે, તું છો;

મારી રગેરગ-શ્વાસે શ્વાસમાં
મારા મન, મગજ, વિશ્વાસમાં

મારા વચન, વાણી, કર્મમાં
મારા દીન-ધર્મમાં

મારા હૃદયમાં, મારા નામમાં
મારા માનમાં, મારા જ્ઞાનમાં...

તું જ.છો



Comments

Popular posts from this blog

📓📖📕પુસ્તક સમીક્ષા📕📖📓

Mera hona