શીખો

માતાના ખોળાના સંસ્કાર શીખો
પિતાની જવાબદાર ખુમારી શીખો

નિર્દોષ બાળની નાદાની શીખો
કુળવાન નારની ખાનદાની શીખો

વિદ્યાર્થીનું ભણતર શીખો
ગુરુ પાસેથી ગણતર શીખો

વડીલોનું વાવેતર શીખો ને
અનુભવીનું જીવતર શીખો

શીખો સદા વ્યવહાર મહાન
જીવનમાં થશે બધું આસાન

~શીખનાર

Comments