★તું મને ભગવાન એક વરદાન આપી દે★

◆તું મને ભગવાન એક વરદાન આપી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે 

◆હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન
જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન

આખરી અવતારનું મંડાળ બાંધી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે
તું મને ભગવાન….

◆આ ભૂમિમાં ખુબ ગાજે પાપના પડઘમ
બેસૂરી થઇ જાય મારી પુણ્યની સરગમ 

દિલરુબાના તારનું ભંગાળ સાંધી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે
તું મને ભગવાન…

◆જોમ તનમાં જ્યાં લાગી છે સૌ કરે શોષણ
જોમ જાતા કોઈ અહિયાં ના કરે પોષણ 

મતલબી સંસારનું જોડાણ કાપી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે
તું મને ભગવાન…

Comments