કુલ્સુમ કક્કલ
રોલ નં:- 13
EPC_2 શિક્ષણમાં નાટ્ય અને કલા
વિષય:-'કલા અને નાટ્યકલાનુ માનવજીવનમા મહત્વ' વિષય પર વર્કશોપનુ આયોજન કરી અહેવાલ તૈયાર કરવો.
માર્ગદર્શક શ્રી:- પ્રો. અંકિતસર જોષી
            
           જૂથ -૪ માં ભાગ લીધેલ તાલીમાર્થી બહેનો
                   એકમ:- કલા અને સંસ્કૃતિ
૧)રોશનબેન
૨)નીતાબેન
૩)ગીતાબેન
૪)અવનીબેન
૫)કૃતિબેન
૬)રાધીકાબેન
૭)કુલ્સુમબેન
      🎆કલા અને નાટ્યકલાનુ માનવજીવનમા મહત્વ:-
💮કલા અને જીવન
💮કલા અને સમાજ
💮કલા અને ધર્મ
💮કલા અને સંસ્કૃતિ
💮કલા અને અર્થ
             સોપ્રથમ અમે સાથે મળીને માહિતીનુ સંકલન કરેલ.ત્યારબાદ તા.૧૯-૨-'૨૦ના રોજ પ્રેઝન્ટેશન કરેલ.
    કલા અને સંસ્કૃતિ :-
🌸કલા:- સંસ્કૃતિનુ અંગ
            ~સાહિત્ય, સંગીત, કલા-કારીગરી, વિદ્યા, શીલ, દર્શન વગેરે સંસ્કૃતિના અંગો કે લક્ષણો છે. તેથી કળા એ સાંસ્કૃતિક પ્રવ્રૃતિ છે. તો કલા એ સંસ્કૃતિની અભિવ્યક્તિ છે. કોઇ યુગની સંસ્કૃતિનો મહિમા ગાતા તેની કળાને અચૂક યાદ કરીએ છીએ.
🌸કલા:- સંસ્કૃતિની અભિવ્યક્તિ
             ~સંસ્કૃતિના ચાર મુખ્ય તત્વો છે: સૌદર્ય દ્રષ્ટિ, સમન્વય દ્રષ્ટિ, સત્ય દ્રષ્ટિ અને વિવેક. આ ચારેય તત્વો કલા દ્વારા વ્યકત થાય છે. કલા દ્વારા સૌદર્યનો આનંદ મળે છે. એકતાની ભાવના દ્રઢ થાય છે. જીવનના સત્યનુ અને વિવેકનુ શિક્ષણ મળે છે.
🌸કલા:-સાંસ્કૃતિક વારસો અને વૈભવ
            ~કલા દ્વારા હમેશાં આપણા સાંસ્કૃતિક વારસાનુ જતન થતુ આવ્યું છે. ભારત પર જયારે વિદેશી અને મુસ્લિમ સંસ્કૃતિનુ આક્રમણ થયુ ત્યારે આર્ય ધર્મ અને ભારતીય સંસ્કૃતિને બચાવવાનુ કાર્ય કલાએ કર્યું. પ્રેમાનંદ જેવા આખ્યાન કવિઓએ ગુજરાતની રંગભૂમિ પર વેદવ્યાસનો પાઠ ભજવી સંસ્કૃતિને ટકાવી રાખી. લોકગીતો, કથાગીતો વગેરે લોકસંસ્કૃતિની અભિવ્યક્તિ કરે છે.

           આમ, પ્રો.અંકિતસરના માર્ગદર્શનથી વર્કશોપનુ આયોજન સફળ રહયુ હતુ.

                           Thank you

Comments

Popular posts from this blog

📓📖📕પુસ્તક સમીક્ષા📕📖📓

Mera hona