કુલ્સુમ કક્કલ
રોલ નં:- 13
P-5 બાલ્યાવસ્થા અને વિકાસ
પ્રવુત્તિ:-તમારી આસપાસમાં રહેતા તરુણોનુ તરુણાવસ્થાના લક્ષણોને આધારે અવલોકન કરી અહેવાલ તૈયાર કરો.
માર્ગદર્શક શ્રી:- પ્રો. અંકિતસર જોષી
"તારુણ્ય એ જીવનની વસંત છે, આ એક એવી અવસ્થા છે કે જયારે વ્યક્તિ નથી બાળક હોતી કે નથી પ્રોઢ"
તારુણ્યનો સમયગાળો કયારેક 10 કે કયારેક 11 વર્ષથી શરૂ થઈ જાય છે અને તે 18 વર્ષ કે તેથી આગળ સમય સુધી પણ લંબાય છે. આથી તરુણાવસ્થામાં પ્રવેશતા તરુણ-તરુણીઓ હજી તો કિશોરાવસ્થાના અસ્તારાવે પ્રવેશમાં હોય છે ત્યાં ઝડપથી તારુણ્યના લક્ષણો દેખાવા માંડે ત્યારે એકદમ મુંઝાઈ જાય છે.
મારા કુટુંબમાં મેં 2 સમાન ઉમરની તરુણીઓને જોયેલ છે. ઉપરાંત શાળામાં અભ્યાસ કરાવતી વખતે પણ 12-13 વર્ષની તરુણીઓના વર્તનનુ નિરીક્ષણ કરેલ છે. તેમનુ વજન-ઊચાઈ યોગ્ય છે. એક-બે તરુણીઓનુ વજન અન્યના પ્રમાણમાં વધારે છે. જેના કારણે એ પોતાને અલગ માને અથવા તો શરમ અનુભવે છે.
મારી ભત્રીજીઓ જેમનુ નામ છે: 1)તબ્બસુમ અને
2) તસ્નીમ છે. બનેની વચ્ચે 4 મહિનાનુ તફાવત છે- ઉમર 13 વર્ષ છે. હમણાં હમણાં તરુણાવસ્થાની શરુઆત થઈ છે તેથી આવતા પરિવર્તન સ્પષ્ટ જોઈ શકાય છે.
સોપ્રથમ તો શારીરિક ફેરફાર આવે છે જેના લીધે એ મુંઝવણ અનુભવે છે એવું મેં નોંધ્યુ. તેથી તેમને આ બાબતે સલાહ અને માર્ગદર્શન આપી તેમની સ્થિતિમાં સુધારો લાવવા પ્રયત્ન કર્યું. તેમનામાં આવતા શારીરિક પરિવર્તન ઝડપી જોવા મળે છે.
વર્તનનુ નિરીક્ષણ કરતા બન્નેના વર્તનમાં તફાવત જોવા મળ્યું. આ તફાવત ઘર-કુટુંબના વાતાવરણને લીધે કહી શકાય, કેમ કે બન્નેની શાળા અને મિત્રવર્તુળ સમાન છે. નાનીના ઘરે પણ એક સાથે જવાનું થાય.
તબ્બસુમ શાંત, હોશિયાર તથા આજ્ઞાકારી છે તો સામે તસ્નીમ નાની હોવાથી તે અજાણતા ક્યાંક મોટી પિતરાઈ બહેન માટે ઈર્ષ્યાભાવ અનુભવે છે.એના પાછળ પણ કારણ તો છે જ. તેને બધી જગ્યાએ તબ્બસુમની વાહ વાહ સાંભળવા મળે છે ત્યારે પોતે આગળ રેહવા સ્વભાવિક સ્પર્ધાત્મક ભાવ જન્મે છે જે ઈર્ષ્યાનુ સ્વરૂપ લઈ લે છે. ત્યાં પણ તેના વર્તનને યોગ્ય દિશામાં વાળવુ જરૂરી બની જાય છે.
આ ઉપરાંત તેમનુ શાળામાં અને ઘરમાં જુદું જુદું વર્તન જોવા મળે છે. તેઓ વધારે સમય મિત્રો સાથે રેહવાનુ પસંદ કરે છે, મોટી મોટી વાતો કરે છે.વિજાતીય આકર્ષણ પણ તેમનામા જોવા મળે છે. જયારે તેઓ અમારા ઘરે આવે છે ત્યારે મારા સાથે મળવાનું ,વાતચીત ઓછી થાય છે અને મારા ભાઈ એટલે કે તેમના કાકા સાથે વાતો-રમત વધારે કરે છે. તેમને બધું એક સાથે જાણી સમજી લેવાની જીજ્ઞાસા અને ઉત્સાહ જોવા મળે છે. જો એમનાથી કોઈ વાત છૂપાવવામા આવે ત્યારે તેઓ નિરાશ થઈ જાય છે. તેઓ કહેવામા આવેલી વાતો માત્ર આદેશ સમજી માની લે છે. પરંતુ તેમનાં મનમાં ચાલતા પ્રશ્ર્નો અને સંધર્ષ ચાલ્યા જ કરે છે. પણ એક વાત છે કે તેઓ પોતાના માતા-પિતા તથા વડીલોને સમ્માન આપે છે.
છોકરી હોવાથી સૌદર્ય પ્રદર્શન વિશે વધુ સભાન રહે છે.તેથી તેમની આ ઈચ્છાની સંતુષ્તિ જરૂરી બને છે.
આમ, તરુણાવસ્થામા આવતા શારીરિક તથા વર્તન પરિવર્તન બધામાં એકસમાન હોતા નથી.
Thank you
Comments
Post a Comment