કુલ્સુમ કક્કલ
રોલ નં:- 13
P-5 બાલ્યાવસ્થા અને વિકાસ
પ્રવુત્તિ:-એક શિક્ષક તરીકે તરુણાવસ્થાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન કેમ આપશો?
માર્ગદર્શક શ્રી:- પ્રો.નિયતિમેમ વૈષ્ણવ
પ્રો.અંકિતસર જોષી
"તારુણ્ય એ જીવનની વસંત છે, આ એક એવી અવસ્થા છે કે જયારે વ્યક્તિ નથી બાળક હોતી કે નથી પ્રોઢ"
પ્રો. સ્ટેનલી હોલના મંતવ્ય મુજબ " Adolesence is a period of great stess and strin, storm and strive. In fact very revolutionary change takes place in personality of at this stage."
આ અવસ્થામાં બાળકોમાં શારીરિક, માનસિક અને સાંવેગિક પરિવર્તનો આવે છે. આ સમયગાળો એમના માટે માનસિક અને સાંવેગિક સંઘર્ષનો છે. આથી આ અવસ્થામાં બાળકોને યોગ્ય સલાહ અને માર્ગદર્શન પૂરા પાડવા જોઈએ. તરુણ-તરુણીઓને માર્ગદર્શન આપતા પહેલાં તરુણ્ય અંગે તલસ્પર્શી જ્ઞાન મેળવીને વાલીઓ, શિક્ષકો અને સમાજના હિતચિંતકોએ તેમને યોગ્ય સલાહ અને માર્ગદર્શન પૂરા પાડવા જોઈએ.
~તરુણાવસ્થામાં પોતાનામાં થતા શારીરિક ફેરફારો અંગે
તરુણ-તરુણીઓ મુંઝવણ અનુભવે છે. આથી તરુણાવસ્થામાં થતાં ફેરફારો અંગે તેમને માર્ગદર્શન આપવું જોઈએ. તેમને જુદા-જુદા ચિત્રો, પોસ્ટર્સ, ફિલ્મસ્ટ્રીપ વગેરે દ્વારા શરીર રચના અને તેમાં થતા ફેરફારો અંગે સૈદ્ધાંતિક જ્ઞાન આપવું જોઈએ.
~આ અવસ્થામાં તરુણ-તરુણીઓના શારીરિક વિકાસ અને શારીરિક ક્ષમતા માટે વિવિધ પ્રકારની કસરતો કે વ્યાયામ અને રમતગમતના આયોજન કરવા જોઈએ.
~આ અવસ્થામાં તરુણ પોતાના ધ્યેયો સિદ્ધ કરવા માટે તેમજ પ્રવૃતિની કદર થાય તે માટે સતત ઝંખના કરતો હોય છે.તેથી તેમને વ્યક્તિત્વના ગુણો અંગે માહિતી આપવી જોઈએ .
~યોગ્ય સમયે તેમને યોગ્ય પોત્સહન પૂરુ પાડવામાં આવે તો તેની કાર્ય કરવાની જિજ્ઞાસા વધારી શકાય છે.
~યોગ્ય વ્યક્તિની ઓળખ કેવી રીતે કરવી તે અંગે માર્ગદર્શન આપવું.
~કિશોાવસ્થામાંથી તરુણ બનતી વ્યક્તિ મા-બાપના બંધનો દૂર કરવા તત્પર હોય છે. જેના કારણે તેઓ વિદ્રોહી પણ બની જતા હોય છે આવા સમયે તેમને યોગ્ય સમય આપી તેની જરૂરિયાતો ને સમજવા પ્રયત્નો કરવા જોઈએ.
~ વડીલો અને માતા-પિતાની વાતનું આદર્શ રીતે પાલન કરવું તે જણાવું.
~ કુસંગતથી દૂર રહે તેનું ધ્યાન રાખવું જોઈએ.
~તરુણોને પોતાના ગુણોની સભાનતા કરાવી .
~તરુણોની શારીરિક,માનસિક અને સાંવેગિક જરૂરિયાતો સમજવા માટે જાગૃત પ્રયાસો કરવા જોઈએ.
~શાળાનું વાતાવરણ મુક્ત અને પ્રસન્ન રાખવું.
~તરુણોને મુક્ત અભિવ્યક્તિની તક પૂરી પાડવી.
~નીતિ પ્રેરક બોધકથાઓ કહેવી.
~શિક્ષકોએ વિદ્યાર્થીઓની સાથે આત્મીય સબંધો વિકસાવવા જોઈએ.
~વિવિધ પ્રકારની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન કરવું જોઇએ.
~ધર્મો પ્રત્યે વિચારો અને માન્યતાઓ દ્રઢ બને છે તેથી વિવિધ ધર્મ અંગે ધાર્મિક બાબતોથી માહિતગાર કરવા.
~આધ્યાત્મિક પુસ્તકોનું વાચન કરવા પ્રેરવા.
~તરુણોને રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ વાળવા જોઈએ.
~તરુણોમાં નેતૃત્વના ગુણોનો વિકાસ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ.
આમ, તરુણોની મનોરાજયને, તેમના વ્યક્તિત્વની વિલક્ષણતાઓને પિછાણીને વાલીઓ, શિક્ષકો અને સમાજના હિતચિંતકોએ તેમને યોગ્ય સલાહ અને માર્ગદર્શન પૂરા પાડવા જોઈએ.
Thank you
Comments
Post a Comment