વાર્તા ~>#જેવા પ્રયત્ન એવી પ્રાપ્તિ #

                    #જેવા પ્રયત્ન એવી પ્રાપ્તિ #

~'જેને નથી કોઈ ચાહ
એને કેમ મળે રાહ?' 

                  સુવિચાર લખતા હોય છે નવા આવેલા સાહેબ ત્યારે ત્યાં ઊભેલા ૩-૪ વિદ્યાર્થીઓ જોઈને દોડતા આવે છે... અર્થ જાણવાની સહઉત્સુકતા આવીને
મનપસંદસર!
મનપસંદસર! નામની બૂમો પાડવા લાગે છે.
જી હા!! મનપસંદસર! આ જ નામ રાખ્યું હતું વિદ્યાર્થીઓએ નવા આવેલા સાહેબશ્રીનું
કોઈના મનને પસંદ આવવા કંઈ ખાસ કરવાની જરૂર ક્યાં પડે છે, પોતે કરેલા સારા કર્મ જ વ્યક્તિની છબી બની જતા હોય છે.
જયારે આ મનપસંદ સર મતલબ આલેખ સર શહેરની નં ૧ ગણાતી શાળામાં આવ્યા ત્યારે એમણે જોયેલુંં કે આ શાળામાં પટ્ટાવાળા(પ્યૂન)થી લઈને શાળાના સંચાલક(ટ્રસ્ટી)શ્રીઓના બાળકો એક સાથે અભ્યાસ કરે છે. આ જાણીને સાનંદાશ્ચર્યની ભાવના તો થઈ પરંતુ ટકી નહીં...
કારણ બહુ મોટું ન હતું , ન તો મોટાનું હતું
બસ! એટલું જ હતું કે વર્ગમાં વિદ્યાર્થી-વિદ્યાર્થી વચ્ચે જે વ્યવહાર હતો એ આખરે એ જ હતો જે જીવન બાળકો પોતાને ઘરે જોઈ રહ્યા હતા.
અહીંયા માત્ર એ બદી જોવા મળી જે છે તો બધે પણ ક્યાં નામ નથી કે નથી તેનુ હલ
એ છે અમીરી--ગરીબી વચ્ચેની ભેદરેખા
એના પરથી તમે સમજી ગયા હશો એટલે વધારે ઊંડા ન ઉતરતા...
આગળ
આલેખસરના વર્ગ (ધોરણ-૯)નો એક ગરીબ વિદ્યાર્થી સંકેત
જે બહુ ચંચળ અને તોફાની પણ નવીનતા જાણવા માહેર
હોશિયાર એટલો નહીં, માંડ પાસ થતો
આ વર્ષે તો એ પણ નહીં
જ્યારે પરિણામ જાહેર થયો ત્યારે સંકેત અને તેના માતા-પિતા બહુ જ નિરાશ થયા અને ત્યારથી સંકેતનું મન અભ્યાસમાંથી ઉઠી જ ગયું. હમેશા તોફાન કરતો બાળક આમ હિંમત હારી જાય તો, 'હું શિક્ષક શું કામનો?'
આ વિચાર સાથે સાહેબ સંકેતના ઘરે પહોંચે છે;
હવે જાણીને નવાઈ લાગશે કે સંકેતના વાલી શું વિચારે છે અને તેની અસર બાળકના માનસપટ પર ખરી
એટલે કે એમ તો અવડી જ પડે છે
વાત એમ છે કે ઘણા લોકોનું માનવું છે કે ઘરની આર્થિક પરિસ્થિતિ, સુખ-સાહ્યબી વિદ્યાર્થીના અભ્યાસ ઉપર અસલ કરે છે.
૧૦૦% સત્ય હકીકત છે
હું શું.. કોઈ પણ નકારી ન શકે...
પણ કહું આ ક્યારે લાગુ પડે જ્યારે આપણે પરિસ્થિતિને આપણા ઉપર હાવિ થવા દઇએ અને આપણે તેને તાબે થઈએ.
હવે, વધારે દુઃખ ત્યારે થયું કે, સવારે આવીને સંકેતે કહ્યું
મનપસંદસર! એક પ્રશ્ન પૂછું!
"જીવન બધાને એકસરખું મળ્યું છે; પણ જીવનનો આનંદ, સફળતા, સંતોષ બધાને જુદાં-જુદાં કેમ પ્રાપ્ત થાય છે?’ 
આ સાંભળીને સર દંગ થઇ ગયા.
સર એ કહ્યું આ ઉત્તરની જરૂર તો મને પણ છે
હું તને જણાવીશ બેટા, પણ હમણાં નહીં, યોગ્ય સમયે...
મોકાની રાહ જોતા સાહેબને મોકો મળ્યો જ
વાર્ષિક પરીક્ષા પહેલા "સફળતાનાં સોપાનો" નામનું સેમિનાર ગોઠવવામાં આવ્યું, વિદ્યાર્થીઓ સાથે વાલીઓની હાજરી પણ હતી.
બધાનાંં મનપસંદસર મંચ પર આવ્યા અને કહ્યું: વાર્તા સાંભળવી ગમશે તમને?!
હાહાહા....હાહાહા....ના અવાજો સંભળાયા
વાર્તા શરૂ કરવામાં આવી:-
★★★★★
એક દિવસ એક શિષ્યએ ગુરુને પૂછ્યું, ‘ગુરુજી, જીવન અગાધ છે. જીવનને સાગર સાથે સરખાવવામાં આવે છે.

જીવન બધાને એકસરખું મળ્યું છે; પણ જીવનનો આનંદ, સફળતા, સંતોષ બધાને જુદાં-જુદાં કેમ પ્રાપ્ત થાય છે?’ 

ગુરુજીએ મંદ-મંદ મલકી શિષ્યને કહ્યું, ‘વત્સ, આ પ્રશ્નનો જવાબ હું તને કાલે સવારે દરિયાકિનારે આપીશ.’ 

શિષ્ય વહેલી સવારે દરિયાકિનારે પહોંચી જાય છે. ગુરુજી સમયાનુસાર આવે છે. વાતાવરણ ખુશનુમા હોય છે. ગુરુ-શિષ્ય લટાર મારતાં-મારતાં સુંદર વાતાવરણનો આનંદ માણી રહ્યા હોય છે.

ગુરુજી કહે છે, ‘વત્સ, આ સાગર કેટલો વિશાળ છે! જ્યાં સુધી નજર પહોંચે છે ત્યાં સુધી પાણી જ પાણી છે. આ દરિયાનાં મોજાંની લહરની આવનજાવન ભરતી-ઓટ છે એમ આપણું જીવન પણ અગાધ છે. જીવનમાં પણ દુ:ખ-સુખની આવનજાવન થાય છે.’

શિષ્ય કહે છે, ‘આપની વાત સાચી છે ગુરુજી, પણ...’

શિષ્યને વચ્ચે જ અટકાવી ગુરુજી તેને એક મરજીવો દરિયામાંથી મોતીભર્યાં છીપ સાથે બહાર આવે છે એ બતાવે છે. થોડે દૂર માછીમારો પોતાના નાનકડા હોડકામાં બેસી માછલી પકડી રહ્યા હોય છે. અમુક સહેલાણીઓ દરિયામાં જરાક આગળ જઈ પગ પલાળી ધિંગામસ્તી કરી રહ્યા છે અને એક નિરાશ યુવાન પાસેના પથ્થર નિરાશ વદને દરિયામાં ફેંકી રહ્યો હોય છે.

ગુરુજી આ બધા તરફ આંગળી ચીંધી શિષ્યને સમજાવતાં કહે છે, ‘મરજીવાને સાગરમાં ઊંડી શોધભરી ડૂબકીથી મોતી મળે છે, માછીમારો મહેનતથી દરિયામાંથી માછલી પકડી જીવનનિર્વાહ કરે છે, સહેલાણી ભીના પગ પર રેતી લઈ પાછા ફરે છે અને કિનારે બેસી રહેનારને કંઈ મળતું નથી. આ બધું દરિયામાં છે. તમારા પ્રયત્નો પ્રમાણે તમને મળે છે. એમ જીવનમાં પણ તમારાં કર્મ, તમારી મહેનત અને તમારા પ્રયત્નો પ્રમાણે તમને આનંદ, સફળતા, સંતોષ મળે છે. પ્રયત્ન જેટલા સઘન એટલું સુંદર ફળ મળે છે. જીવનસાગરમાં બધું જ છે. તમારે શું મેળવવું છે એ દિશામાં સતત પ્રયત્ન કરવા પડે. જેવા પ્રયત્ન એવી પ્રાપ્તિ.’
                                          ~રાકેશ મિસ્ત્રી
^*^*^*^*^*^
બેટા સંકેત મને લાગે છે તને ઉત્તર મળી ગયો હશે...
અને આ ઉત્તર સાબિત કરી દેખાડ્યું સંકેતે ૧૦માધોરણ બોર્ડની પરીક્ષામાં કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક મેળવીને.

                             ●આભાર







Comments

Popular posts from this blog

📓📖📕પુસ્તક સમીક્ષા📕📖📓

Mera hona