વ્યક્તિ અભ્યાસ
કુલ્સુમ કક્કલ
રોલ નં:- 13
માં આશાપુરા કોલેજ ઓફ એજ્યુકેશન તા-5/9/2020
વિષય:- વ્યક્તિ અભ્યાસ
તા- 4/9/2020 શુક્રવારના રોજ વ્યક્તિ અભ્યાસ અંતર્ગત મોરબી સ્થિત PSI ઝેનબ રાયમાની વિડિયો કૉલ મારફતે મેં મુલાકાત લીધેલ.
~>◆●◆●◆●◆●◆●◆●◆●
★★★★★★★★★★★★★★★
..અગાઉથી જાણ કરી હોવાથી એમના આપેલ સમય પર હું હાજર થઈ, ખાખી વર્દીમાં સજજ ચહેરા પર તેજસ્વી સ્મિત સાથે મે'મ પણ વીડિયો કૉલ પર આવ્યા.
સ્વાગત વચન સાથે વાતચીતની શરૂઆત કરી મેં.
સૌપ્રથમ પોતાનો પરિચય આપતા મેડમ ઝેનબે પોતાનું પૂરું નામ અને રહેણાંક વિશે માહિતી આપી: PSI અધિકારી ઝેનબ વલીમામદ રાયમા
મોરબી પોલીસ, ગુજરાત
ત્યારબાદ મે પ્રશ્ન પૂછવાની શરૂઆત કરી; કે 'તમારી કારકિર્દીની શરૂઆત કયારથી થઇ?' જેનો ઉત્તર આપતા ઝેનબ મેડમે જણાવ્યું, 1993માં તે કોન્સ્ટેબલ(Lpc) તરીકે જોડાયા હતા,,બડતી થયા બાદ હવે 4 વર્ષ થયા PSI તરીકે મોરબી પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે.
'તમે પોલીસ ક્ષેત્રની પસંદગી શું કામ કરી?'આ પ્રશ્નના ઉત્તરમાં મેડમે જણાવ્યું કે; એમના શોખ અને રૂચીનો ક્ષેત્ર હોવાથી તેઓ જોડાયા.
આગળ પૂછતાં મેં કહ્યું: 'તમને તમારા પદ સુધી પહોંચવામાં કોઇ અડચણ આવી?જો આવી તો કૌટુંબિક સહયોગ કેવો રહ્યો?' ટૂંકમાં પણ સચોટ શબ્દોમાં ઓફિસર ઝેનબે જણાવ્યું કે એવુંં કયો કાર્યક્ષેત્ર છે, જેમાં મુશ્કેલીઓ ન નડે પણ ધગશ હોય જો આગળ વધવાની તો દરેક અડચણ પાર કરી શકાય અને કૌટુંબિક સહયોગમાં લગ્ન પહેલા પિતા તરફથી અને લગ્ન બાદ પતિ તરફથી પૂરેપૂરો સહયોગ રહ્યો છે.
'તમારા વિભાગમાં કોઇ બદલાવ લાવવાની ઈચ્છા' આવા પ્રશ્નનો ઉત્તર વાળતા ઝેનબમે'મે કહ્યું ,નહીં, કશું જ નહીં, જે છે ઉત્તમ છે.
કોરોના સંકટ દરમિયાન આપણા રક્ષક એવા પોલીસ ભાઈ-બહેનો ને પડેલ મુશ્કેલીઓ વિશે પૂછતાં, ઝેનબ મે'મ બોલ્યા; અમે તો 24કલાક જનતાની સેવામાં હાજર છીએ, એ જ અમારું ધર્મ છે. અમુક લોકોની નાસમજથી પરેશાની થાય, પણ અમે ફરજ ન ચૂકીએ.
'એક મહિલા અધિકારી તરીકે તમારું પ્રભાવ કેવો છે?' જાણવા માટે મેં પૂછ્યું; ત્યારે એમણે ઉત્તર આપ્યું કે, એમ તો શાંત જ છું પરંતુ ગુનેહગારો સામે સખ્ત થવું પડે.
અંતમાં નારી સશક્તીકરણ કે સમાજોપયોગી સંદેશ આપવાની ઈરછા વ્યકત કરતાં PSI મેડમે કહ્યું:
'દરેક માતાપિતા એ પોતાની દીકરીના લગ્ન કરાવતા પહેલા તેને પગભર બનાવવી તથા તેના લક્ષ્ય સિદ્ધ કરી શકે તે માટે સુવિધા અને વાતાવરણ પૂરા પાડવા.'
આમ, એક પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા, પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતા એક મહિલાપોલીસ સાથે વાત કરીને મને ખૂબ સારી પ્રેરણા મળી.
તથા, શ્રીમતી ઝેનબ રાયમા એ મારા બધા પ્રશ્નોના ઉત્તર એકદમ સાહજિકતા અને નિખાલસતાથી આપ્યા.
પોતાનો કિંમતી સમય મને ફાળવવા બદલ આભાર વ્યકત કરી અમે મુલાકાત પૂર્ણ કરી.
✒આભાર
Comments
Post a Comment