રાખું છું તુજ આશ

સવાર નવી મારી
સોનેરી સ્વપનની સાથે સુખનું સરનામું લઈને આવે છે,
ઢળતી સંધ્યાની સાથે વીખરાઈ શમણાં સર્વ જાય છે
દીપક ઓલવાતા-કદમ ખોરવાતા, 
અજવાસ જતા; અંધારા પથરાય છે
રાત ઉદાસીભરી મન વિચલિત કરે જાય છે

ફરી આશાભરી આંખે મીટ મંડાય છે,
આવતીકાલની રાહ જોવાય છે,
આમ ને આમ, વહાણાં વીતે જાય છે.

Comments

Popular posts from this blog

📓📖📕પુસ્તક સમીક્ષા📕📖📓

Mera hona