~ખલીલ
જિંદગી, તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કહે જે મને
~ખલીલ
રાખજે ખિસ્સામાં સરનામું ખલીલ
છે અકસ્માતો ભયંકર શહેરમાં
~ખલીલ
રાતે ચિંતા કે સવારે સૂર્ય કેવો ઊગશે
ને સવારે સાંજ પડવાની ફિકર સામે હતી
બસ હવે ઊંઘી જવાનું છે ખલીલ
તું ન થાક્યો હોય પણ થાકી છે રાત
કોઈના પગલામાં ડગ ભરતો નથી
હું મને ખુદને અનુસરતો નથી
શ્વાસ પર જીવી રહ્યો છું છતાં
હું ભરોસો શ્વાસનો કરતો નથી
મારે કાયમ એક ચહેરો છે ફકત
હું કદી દર્પણને છેતરતો નથી
ચાહું તો ખુદને સમેટી પણ શકું
હું વધારે પડતો વિસ્તરતો નથી
~ખલીલ
Comments
Post a Comment