*પાણી બચાવો*



*પાણી બચાવો*

કુદરતના વરદાન સમી આ ધરતી માતા અને કુદરતના ઉપકારનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. આપણા બ્રહ્માન્ડ માં એક માત્ર પૃથ્વી જ એવો ગ્રહ છે જ્યાં પાણીનો ઉપયોગ લાયક જથ્થો છે. જળ વિનાના જીવનની કલ્પના કરવી પણ શક્ય નથી.

“હોય નદી નાળાં કે તળાવો હજાર, કુદરતની રહેમ વિના રહે ખાલી, 
પશુ, પક્ષી, વનસ્પતિ અને માનવીનું જીવન એનાથી રહ્યું છે ચાલી.”

જોયુને, તમે સમગ્ર જીવન અને સજીવ સૃષ્ટિનો આધાર સ્તંભ પાણી જ છે. આપણી પૃથ્વીના સમગ્ર ભૂ-ભાગના ૧/૩ ભાગમાં પાણી છે અને એક ભાગમાં જમીન છે. આ ૧/૩ ભાગના પાણીમાં પણ પીવાલાયક પાણીનો જથ્થો ખૂબ ઓછો છે. આપણું જીવન અનાજ વગર ચાલી શકે પણ પાણી વગર નહીં. ધરતીની શોભા સમા વૃક્ષોની કલ્પના પાણી વગર કેમ કરવી કારણ કે તેના વિકાસ અને વૃધ્ધિનો આધાર પાણી પર જ છે. 

આજે માનવીની હરણફાળ પ્રગતિ અને સ્વાર્થી વૃતિના પરીણામે વાતાવરણમાં પ્રદુષણ વધી રહ્યું છે. જેની સીધી અસર વરસાદની અનિયમિતતા અને અતિ વૃષ્ટિ તથા અનાવૃષ્ટિની રીતે જોવા મળી રહી છે. આજે વિવિધ સંસ્થાઓ તથા સરકારશ્રીના વિવિધ મંત્રાલયો દ્વારા લોકોમાં પાણી અંગે જાગૃતિઆવે તથા આપણે સૌ સમજ્દારીપૂર્વક પાણીનો ઉપયોગ કરીએ તે માટે નાટકો, ફિલ્મો, પોસ્ટરો તથા શાળા અને મહાશાળા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનુ આયોજન કરવામાં આવે છે.

વિશ્વની વધતી જતી વસ્તીની સામે પાણીનો મર્યાદિત જથ્થો એ ગંભીર ચિંતાનો વિષય બન્યો છે.જો આપણે જ પાણીની બચત નહી કરીએ તો એક દિવસ આ પાણી જ આપણને નહીં બચાવે. હવે પછીના યુધ્ધો પાણીને માટે જ થાય તો નવાઇ નહીં. એક સભાન નાગરિક તરીકે આ મહામૂલી સંપતિનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે.

“જળ બચાવી જીવન બચાવજો, કરજો એક નિર્ધાર 
જળ ખૂટશે તો જીવન ખૂટશે થશે બૂરા હાલ.”

Comments

Popular posts from this blog

📓📖📕પુસ્તક સમીક્ષા📕📖📓

Mera hona