કોરોના કાળ અને માનવ સંવેદના
કોરોના કાળ અને માનવ સંવેદના
આગમન એક વિષાણુનું,
નામ કોરોના પાડ્યું ;
લોકડાઉનની શરૂઆતમાં,
ઉજાણી જેવું લાગ્યું..
શાળા-કોલૅજોને તાળા દીધા,
રોજગાર પણ માંડી વાળ્યું ;
ખાવાના સાંસા પડ્યા તોય
શ્વાસને ઉપર જાણ્યું..
કંટાળ્યા ઘરે રહીને,
શું કરવું વિચાર્યું !
નાના-અમથા ખેલ ખેલ્યા,
સજાને મજામાં વાળ્યું..
ખેલ તો હતા જીવનના,
એ હવે પહોંચી આણ્યું ;
પરત ફર્યું કોઈ ખાટલેથી,
કોઈ જીવનનું જંગ હાર્યું...
🖋️કુલ્સુમ કક્કલ
M.A., B.Ed
વાત્સલ્ય કન્યા શાળા
Comments
Post a Comment