પરીક્ષાખંડ
એવું થાય છે કે;
પરીક્ષાખંડમાં સમય લંબાઈ જાય છે.
પરીક્ષાને એક ઉત્સવ તરીકે ઉજવાય છે
નવા પેન_પેન્સિલ, કંપાસ બોક્સ સજાવાય છે.
મહેનતના પરાક્રમે
પેપરની સરળતા_કઠિનતા મપાય છે.
રેત ઘડીના ઈશારે
સમયના કાંટા સચવાય છે.
એક ઝબકારા સાથે
વર્ગના બધા તાસ યાદ આવી જાય છે.
3 ક્લાકનો ઘંટ વાગતા જ
સન્નાટો શોરમાં પલટાઈ જાય છે.
સાત રાતોના ઉજાગરા
અંતિમ દિવસે ખેંચાય છે.
આમ, પરીક્ષાની પૂર્ણાહૂતિ થાય છે,
છતાંય પરિણામના ફળ જ સર્વસ્વ ગણાય છે.
Comments
Post a Comment