આવો! દીપાવલી પર્વ મનાવીએ..!

આવો! દીપાવલી પર્વ મનાવીએ..!

બામ્બુનાં ઝળહળીયા સાથે
ઉમંગનાં તાર લગાવીએ;

ફૂલઝડીની રોશની સાથે
હસીંની લહેર પણ જોડીએ;

રોકેટ સાથે નકારાત્મકતા એવી તે છોડીએ કે
ક્યારેય કોઈને ન તરછોડીએ;

રંગોળીમાં રંગ તો જરૂર ભરીએ
સાથે જીવનમાં ઉલ્લાસને આમંત્રિત કરીએ;

દીવાઓની જ્યોત પ્રગટાવીએ
કોઈના જીવનમાંથી અંધકાર હટાવીએ;

શક્ય તેટલા સખી બનીએ
સત્કર્મોની સુવાસ સરવત્ર મહેકાવીએ;

આવો! દીપાવલી પર્વ મનાવીએ..!

🖋️કુલ્સુમ કક્કલ
M.A., B.Ed
વાત્સલ્ય કન્યા શાળા


વેકેશન તો ખૂબ માણીએ
પરંતુ અભ્યાસની ગતિમાં સુધાર જાણીએ..!

આવો! દીપાવલી પર્વ મનાવીએ..!








Comments

Popular posts from this blog

📓📖📕પુસ્તક સમીક્ષા📕📖📓

Mera hona