for Fq
જેમ એક બાળક અસલામતી અનુભવતા
પોતાની માતાને શોધે છે,
એમ જીવનના દરેક તબક્કે મારી નજર
મારા ભાઈને ખોળતી હોય છે.
જેમ એક બાળક દિવસભર પોતાના પિતાના
પાછા ફરવાની રાહ જુએ છે.
એમ મારું હૈયું સાંજ થતા
મારા ભાઈને મળવા આતુર હોય છે.
જેમ એક મિત્ર પોતાના હૃદય_સરીખા
સાથીના અંતરના છુપાયેલા
વણ_ઉકેલ્યા વેણ સમજી લેતો હોય છે,
તેમ મારો ભાઈ હમેંશ
મારી આંખોની વાચા કળી લેતો હોય છે.
મારી માં ભલે મારી લાગણીઓથી
અજાણ રહે,
મારો ભાઈ મારી દરેક
મનોવ્યથાનો જ્ઞાતા છે.
મારા અશ્રુઓને પારખનાર,
મારા સ્મિતનું દાતા છે.
મારી વેદનાને દૂર કરનાર
મારા જીવતરનું કારણ છે.
શું ઉપમા આપું તેને
એક વિચાર થાય
છતાંય,
મારા માટે જન્મથી
આજ દિવસ સુધીના સફરનું
એજ નજરાણું છે.
હા, એ મારો વિશ્વ
મારો ભાઈ ફારૂક છે.
Comments
Post a Comment