બાળાઓ

શિક્ષણ જગતમાં કેડી કંડારી
પગલાં માંડતી બાળાઓ..

શાળામાં પ્રવેશ સાથે જ
નિત-નવાં રંગો નિહાળતી બાળાઓ..

જ્ઞાનની ક્ષીતીજો પસવારતા
નૂતન ક્ષેત્રોમાં રાચતી બાળાઓ..

કારકિર્દીનાં દ્વાર ઉગડતા
ખુલ્લા ફલકમાં વિચરતી બાળાઓ..

પગભર થવા સંઘર્ષ કરતી
સ્વંય કેળવાતી બાળાઓ..

જીવન ઉલ્લાસમાં સમતુલન જાળવવા
સહનશીલતાના ગુણ કેળવતી બાળાઓ...

સમાજમાં સ્ત્રી તરીકે નામના મેળવવા
કુશળતાથી અભિવ્યક્ત થતી બાળાઓ.

દુષણોથી મુક્તિ મેળવવા
માં કાળીનું રુપ ધારણ કરતી બાળાઓ

બંધનોમાંથી પાર ઉતરી
સ્વતંત્રતા અનુભવતી બાળાઓ..




Comments

Popular posts from this blog

📓📖📕પુસ્તક સમીક્ષા📕📖📓

Mera hona