અમે નાની નાની ઢીંગલીઓવાત્સલ્ય સ્કૂલની

અમે નાની નાની ઢીંગલીઓ
વાત્સલ્ય સ્કૂલની

ઓ!! અમે નાની નાની ઢીંગલીઓ
વાત્સલ્ય સ્કૂલની

મનગમતી સ્કૂલે જઈએ
ભાઈ..!મનગમતી સ્કૂલે જઈએ..

ભણીએ-ગણીએ, લખીએ ને રમીએ
મનગમતી સ્કૂલે જઈએ..
                     અમે નાની...

અભ્યાસની સાથે સાથે તોફાન એ કરીએ
પછી ગુરૂનો ઠપકો તરત સાંભળી લઈએ

મનગમતી સ્કૂલે જઈએ..
                     અમે નાની...

શબ્દો લખીએ ને વાક્યો વાંચીએ
દાખલા ગણીએ ને સ્પેલિંગ શીખીએ

મનગમતી સ્કૂલે જઈએ..
                     અમે નાની...

મેદાન આખો ફરી આવીએ ને 
મજાની કસરત તો કરીએ જ કરીએ

નાસ્તામાં તો પૌષ્ટિક ખાણું જ જમીએ
આમ! ગુરૂની આજ્ઞા માની લઈએ

મનગમતી સ્કૂલે જઈએ..
                     અમે નાની...

હોંશે હોંશે સ્કૂલે પહોંચીએ 
ને ઘરે જવાનું નામ પણ ન લઈએ

વેકેશનમાં સ્કૂલને ખૂબ યાદ કરીએ
ને ગમ્મત સાથે લેશન પૂરું કરીએ

મનગમતી સ્કૂલે જઈએ..
                     અમે નાની...

અમે નાની નાની ઢીંગલીઓ
વાત્સલ્ય સ્કૂલની


Comments

Popular posts from this blog

📓📖📕પુસ્તક સમીક્ષા📕📖📓

Mera hona