2 October 25 September

આવો, પુણ્યપંથ પર ચાલીએ...
એક અમૂલ્ય સુખકંદ પામીએ...

                   ★ગાંધી જયંતી વિશેષ★

      સર્વે વાલીશ્રીઓને જોગ; આવતી 2 ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે શાળા તરફથી સેવાકાર્યના ભાગરૂપે એક વિશિષ્ટ અવસર પ્રાપ્ત કરવાનું આયોજન કરી રહ્યા છીએ. જેમાં આપ સર્વે ભાગરૂપ થાવ તેવી અભ્યર્થના.

સર્વે વાલીશ્રીને જણાવવાનું કે, તમારા ઘરે, કુટુંબમાં જે વસ્તુઓનો તમે ઉપયોગ નથી કરતા અથવા તમારા પાસે જરૂરિયાત કરતા વધારે ઉપલબ્ધ છે, ખાસ કરીને કપડાં અને રમકડાં;  તો એ બધું બિનઉપયોગી પડ્યો રહે કે કચરામાં જતો રહે એનાથી વિશેષ આપશ્રી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચાડી પુણ્યમાં ભાગીદાર બની શકો છો.
◆તે સઘળું સામાન શાળાની વિદ્યાર્થીનીઓના શુભ હસ્તે દાન કરવામાં આવશે.

નોંધ:-  ઈચ્છુક વાલીઓ તારીખ 24/9/'22 શનિવારના રોજ વાલી મિટિંગ સમયે શાળામાં રૂબરૂ આવી ઇચ્છાનુસાર યથાશક્તિ આપવાની વસ્તુઓ જમા કરાવી શકે છે. 
જેની નોંધ લેવી.

ધન્યવાદ
                                   ~વાત્સલ્ય એજ્યુકેશન ટ્રસ્ટ




Comments

Popular posts from this blog

📓📖📕પુસ્તક સમીક્ષા📕📖📓

Mera hona